અવંતીપોરામાં જૈશનો ટોપ કમાન્ડર ઠાર

અવંતીપોરામાં જૈશનો ટોપ કમાન્ડર ઠાર
નવી દિલ્હી, તા. 13 : જમ્મુ કાશ્મીરના અવંતીપોરાના ત્રાલ ક્ષેત્રમાં આવેલા તિલવાની મોહલ્લા વાગ્ગડમાં આતંકવાદી અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં જૈશ એ મોહમ્મદનો ટોપ કમાન્ડર શામ સોફી ઠાર થયો છે. બીજી તરફ નાગરીકો ઉપર હુમલાને લઈને ચાલી રહેલી તપાસ દરમિયાન એનઆઈએએ ચાર આતંકવાદીને ઝડપી પાડયા હતા.
જમ્મુ કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે મહત્વની સફળતા મેળવતા એનઆઈએએ ઘાટીમાંથી ચાર આતંકીને ઝડપી પાડયા છે. આ આતંકીઓની ઓળખ શ્રીનગરના વસીમ અહેમદ સોફી,તારિક અહમદ દર, પરીમપોરાના બિલાલ અહમદ મીર અને રાજૌરી કાડલના તારિક અહમદ બફંદાના રૂપમાં થઈ છે. આ તમામે આતંકી ગતિવિધીઓને અંજામ આપ્યો હતો. જેમાં ઘણા નિર્દોષ લોકો અને સુરક્ષા કર્મીઓની હત્યા સામેલ છે. 
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer