સૈફ અલી ખાન ભોપાલ પટૌડી પૉલો કપમાં નહીં ઉપસ્થિત રહે

સૈફ અલી ખાન ભોપાલ પટૌડી પૉલો કપમાં નહીં ઉપસ્થિત રહે
ભોપાલ પટૌડી પૉલો કપ પટૌડી પરિવારનો વારસો છે અને સૈફ અલી ખાન વર્ષાનુવર્ષ આ વારસાને આગળ લઈ જઈ રહ્યો છે. આ વર્ષે અભિનેતા શાટિંગમાં વ્યસ્ત હોવાને લીધે આ પારિવારિક કાર્યક્રમમાં ભાગ નહીં લઈ શકે. સૈફના પિતાએ તેના દાદા જે ઉત્તમ પૉલો ખેલાડી હતા, તેમની યાદમાં 60'ના દાયકામાં પૉલો કપની સ્થાપના કરી હતી. આ વર્ષે સૈફ આ ઈવેન્ટમાં હાજર નહીં રહી શકે છતાં તેનું સંચાલન તો પટૌડી પરિવાર જ કરશે. આ કાર્યક્રમ પટોડી પરિવારની પરંપરાની શાન વધારે છે અને તે સૈફ માટે પણ મહત્ત્વનો છે. 17મી અૉક્ટોબરે નવી લ્હીમાં ભોપાલ પટૌડી પૉલો કપ યોજાવાનો છે. 
છેલ્લે સૈફની ફિલ્મ ભૂત પોલીસ રજૂ થઈ હતી અને હવે બન્ટી ઔર બબલી -2 રજૂ થવાની તૈયારીમાં છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer