કિંગ કોહલીની આ તસવીરનું રહસ્ય શું?

કિંગ કોહલીની આ તસવીરનું રહસ્ય શું?
નવી દિલ્હી, તા.15: ભારતીય કપ્તાન વિરાટ કોહલીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં કિંગ કોહલી ખુરશીમાં દોરડાથી બાંધેલી હાલતમાં જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ ફોટો ખુદ કોહલીએ શેર કર્યોં છે. સાથે લખ્યું છે કે બાયો બબલમાં રમવું કંઈક આવું જ હોય છે. આ તસવીર દ્વારા કોહલી એવું કહેવા માંગે છે કે યૂએઇમાં બાયો બબલનો અમલ કરવો કેટલો કઠિન છે. જો કે તસવીરને જોઇએ એવું લાગી રહ્યંy છે કે કોઇ જાહેરાતની શૂટીંગની પણ હોય શકે છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કોરોના મહામારી દરમિયાન જ્યારથી સ્પર્ધાઓ શરૂ થઇ છે. ત્યારે ખેલાડીઓને કડક બાયો બબલમાં રમવું મોટો પડકાર બન્યો છે. કોહલી હાલ યૂએઇમાં છે. તેની ટીમ આરસીબી આઇપીએલના ફાઇનલમાં પહોંચી શકી નથી. તેના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપમાં તેનું અભિયાન 24 ઓકટોબરે પાકિસ્તાન સામે દુબઇમાં મેદાને પડીને શરૂ કરશે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer