વૈશ્વિક સોનું $ 1800થી પાછું ફર્યું

વૈશ્વિક સોનું  $ 1800થી પાછું ફર્યું
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 15 : વૈશ્વિક બુલિયન બજારમાં સોનાના ભાવ ગુરુવારે 1800 ડોલરની મહત્વની સપાટીને સ્પર્શી ગયા પછી તૂટ્યાં હતા. નબળા ડોલર અને બોન્ડ યીલ્ડની અસરથી વધેલું સોનું કારણો સૂલટાતા ફરીથી ઘટ્યું હતુ. આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1778 ડોલર અને ચાંદીનો ભાવ 23.19 ડોલરની સપાટીએ રનીંગ હતો.અમેરિકામાં વિકલી જોબ ડેટા સારો આવવાથી સોનામાં ઉંચા મથાળેથી વેચવાલી જોવા મળી હતી. 
કિટકો મેટલ્સના વિષ્લેષકે કહ્યું કે, ટ્રેડરો અને રોકાણકારોને આખરે એવું મહેસૂસ થઇ રહ્યું છેકે વધતો જતો ફુગાવો કિંમતી ધાતુઓ માટે તેજીમય છે. ફેડરલ રિઝર્વ દ્વારા કદાચ આવનારા દિવસોમાં બોન્ડ ટેપરીંગ અને વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય લેવામાં આવે તો પણ વધતા જતા ફુગાવાના પરિપેક્ષ્યમાં સોનાની ખરીદી ચાલુ રહેશે. બીજી તરફ હવે વૈશ્વિક સ્તરે વીજળીની કટોકટી ફેલાઇ ગઇ છે અને ક્રૂડ તેલના ભાવ પણ આસમાનને આંબી રહ્ય છે. એ જોતા ફુગાવો આવનારા દિવસોમાં ખૂબ ઉંચકાશે અને લોકોની આવક પણ ફુગાવાને આધારે વધશે. તેનાથી સોનાની ખરીદીમાં પણ સલામત રોકાણ માટે વધારો થઇ શકે છે. 
ફુગાવા સામે હેજરુપી ખરીદી, ઘટતા જતા ઉદ્દીપક પેકેજ અને સરકારી બોન્ડ યીલ્ડમાં સુધારો થાય તો સરવાળે સોનાને તેનો ફાયદો મળશે એવું માનવામાં આવે છે. 
મુંબઇની ઝવેરી બજાર દશેરાને લીધે બંધ હતી પણ સ્થાનિક બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રુ. 150ના ઘટાડામાં રુ. 49300 અને ચાંદીનો ભાવ 500 ઘટીને રુ. 63300 હ્યો હતો.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer