પાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે મતદારયાદીમાં સુધારણા સહિત વિવિધ પગલાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : આવતા વરસે ફેબ્રુઆરી મહિનામાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. ચૂંટણીને માત્ર પાંચ મહિના બાકી રહ્યા હોવાથી પાલિકા પ્રશાસને એના સ્તરે આયોજનની શરૂઆત કરી છે. મતદારોના નામની નોંધણી કરવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન અમલમાં મુકવામાં આવશે અને એ માટે બૅનર, પેમ્ફલેટ, પોસ્ટર છાપવા માટે પાલિકાએ ટેન્ડર મગાવ્યા છે.
ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીને માંડ ચાર મહિના બાકી રહ્યા હોવાથી પાલિકાએ ચૂંટણીની પૂર્વતૈયારી શરૂ કરી છે. પાલિકાના ડ્ડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું કે, યાદીમાં આપનું નામ છે કે નહીં, નામમાં કોઈ ફેરફાર કરાવવો હોય, નામમાં રહેલી ભૂલ સુધારવાની હોય કે સરનામું બદલવાનું હોય, 1 જાન્યુઆરી 2022ના રોજ 18 વરસ પૂરા કર્યા હોય તેમને મતદાર યાદીમાં નામ નોંધાવવું હોય, અન્યત્ર રહેવા ગયા હો અને નામકઢાવવું હોય જેવી બાબતો માટે મતદાર યાદી અપડેટ કરવામાં આવે છે. નાગરિકો જો સમયસર તેમની જાણકારી અપડેટ કરાવે તો મતદાનના દિવસે નામ શોધવામાં સમય ન જાય. આ જનજાગૃતિ અભિયાન માટે પાલિકા 40 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.
ચૂંટણી ક્યારે થશે એ અંગે રાજ્ય સરકારે કોઈ આદેશરી કર્યો નથી છતાં ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે એવું ધારી પૂર્વતૈયારી શરૂ કરવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer