કોરોના : 16862 નવા સંક્રમિતો; રિકવરી દર વધીને 98.07 ટકા

કોરોના : 16862 નવા સંક્રમિતો; રિકવરી દર વધીને 98.07 ટકા
નવી દિલ્હી, તા.15 : છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,862 નવા કોરોના કેસ નેંધાયા હતા અને 379 લોકોના મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 3,40,37,592 થઈ હતી.  
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સક્રિય કેસોની સંખ્યા 2,03,678 થઈ હતી જે 216 દિવસની સાથી ઓછી છે.
રિકવરી રેટ હાલમાં 98.07 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.  છેલ્લા 24 કલાકમાં 19,391 દર્દી કોરોનાથી સાજા થયા છે, જે પછી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,33,82,100 થઈ ગઈ છે. 
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.42 ટકા છે જે છેલ્લા 112 દિવસથી 3 ટકાથી નીચે છે. દૈનિક પોઝિટિવિટી દર 1.43 ટકા છે જે છેલ્લા 46 દિવસથી 3 ટકાથી નીચે છે. 
ગુરુવારે દેશભરમાં 11,80,148 કોરોનાટેસ્ટ હાથ ધરવાની સાથે અત્યાર સુધીમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટની સંખ્યા 58,88,44,673 થઈ હતી.
મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં 30,26,483 રસીકરણ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 97.14 કરોડ રસીકરણ કરવામાં આવ્યું છે.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer