વધુ 488 કેસ સાથે મુંબઈમાં કોરોના સંક્રમિતોના કુલ આંકડો 7,50,108

વધુ 488 કેસ સાથે મુંબઈમાં કોરોના સંક્રમિતોના કુલ આંકડો 7,50,108
મહારાષ્ટ્રમાં ઍક્ટિવ દરદી 30,000થી ઓછા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 15 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 488 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,50,108 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 5379 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
ગુરુવારે મુંબઈમાંથી 546, બુધવારે 481, મંગળવારે 425 અને સોમવારે 410 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં પાંચ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,177 દરદીના મૃત્યુ થયા છે. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 421 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,26,040 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1120 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 53 બિલ્ડિગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શુન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 37,978 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 1,08,95,693 ટેસ્ટ કરાઈ છે. 
મહારાષ્ટ્રમાંથી શુક્રવારે કોરોનાના નવા 2149 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 65,88,429 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે ઍક્ટિવ દરદીઓની સંખ્યા 30 હજાર કરતા ઓછી છે. હાલ 29,782 દરદી સારવાર હેઠળ છે. ગુરુવારે રાજ્યમાંથી 2384, બુધવારે 2219, મંગળવારે 2069 અને સોમવારે 1736 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 29 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને લીધે 1,39,734 મૃત્યુ થયા છે. રાજ્યનો મૃત્યુ દર 2.12 ટકા છે. 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1898 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે રાજ્યમાં અત્યારે સુધી સાજા થઈને ઘરે ગયેલા દરદીઓની સંખ્યા 64,15,316ની થઈ ગઈ છે. રાજ્યનો રિકવરી રેટ 97.37 ટકા છે. 
રાજ્યમાં અત્યારે 2,27,467 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 1002 લોકો સંસ્થાકીય ક્વો2રન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,08,09,054 ટેસ્ટ કરવામાં આવી છે. 
નવી મુંબઈમાં 56 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 43 નવા કેસ મળ્યા 
શુક્રવારે થાણે જિલ્લામાંથી 29 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 66 નવા કેસ મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 56, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 43, ઉલ્હાસનગરમાંથી ચાર, ભિવંડી-નિઝામપુરમાંથી ત્રણ, મીરા-ભાયંદરમાંથી 25, પાલઘર જિલ્લામાંથી 12, વસઈ-વિરારમાંથી 46, રાયગઢ જિલ્લામાંથી 47 અને પનવેલ શહેરમાંથી 51 નવા કેસ મળ્યા હતા. 
મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી શુક્રવારે કુલ 862  નવા કેસ મળ્યા હતા જ્યારે ગુરુવારે 998 કેસ મળેલા.
Published on: Sat, 16 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer