બૉબ બિશ્વાસ માટે અભિષેકે વજન વધારી 105 કિલો કર્યું

બૉબ બિશ્વાસ માટે અભિષેકે વજન વધારી 105 કિલો કર્યું
બૉલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ બૉબ બિશ્વાસ રજૂ થવાની છે. આ ફિલ્મમાં અભિષેકે કૉન્ટ્રેકટ કિલર બૉબ બિશ્વાસની ભૂમિકા ભજવી છે. આ પાત્ર ભજવવા તેણે વજન વધારીને 105 કિલો કર્યું હતું, જયારથી આ ફિલ્મનું ટ્રેલર રજૂ થયું છે ત્યારથી અભિષેકના અભિનયની પ્રશંસા થઈ રહી છે. તેના પિતા અમિતાભ બચ્ચન પણ પુત્રનો અભિનય જોઈને ગદગદ થઈ ગયા હતા. ટ્રેલરમા અભિષેક ગોળમટોળ જોવા મળે છે. અભિષેકે જણાવ્યું હતું કે, બંગાળી મીઠાઈ ખાઈને મેં વજન વધાર્યું હતું. મારે પ્રૉસ્થેટિકનો ઉપયોગ નહોતો કરવો. બૉબનો ચહેરો ખાસ કરીને ગાલ ભરાવદાર દેખાવવા જોઈતા હતા. પ્રૉશ્થેટિક્સનો ઉપયોગ કરતો તો તે સારું ન દેખાત. આથી મેં વજન વધારવાનો નિર્ણય કર્યો હત. જોકે, શારીરિક વજન વધતાં બોઢી લેંગ્વેજ બદલાઈ જાય છે. ચાલવું, ઊઠવું, બેસવું બધું જ બદલાય છે. જે સહજ દેખાય છે. 
જોકે, બૉબ બિશ્વાસના દિગ્દર્શક સુજોય ઘોષે પ્રૉસ્થેટિકસનો જ આગ્રહ રાખ્યો હતો, પરંતુ અભિષેક તેની વિરુદ્ધ હતો. આમ છતાં દિગ્દર્શકે અભિષેકે કમને તેમની વાત માનીને પ્રયત્ન કરી જોયો હતો, પણ પ્રૉસ્થેટિક બાદ તે સહજ રીતે હલનચલન કરી શકતો નહોતો. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer