83 બાદ કબીર ખાનની બીજી ફિલ્મમાં પણ રણવીર સિંહ

83 બાદ કબીર ખાનની બીજી ફિલ્મમાં પણ રણવીર સિંહ
કબીર ખાનની આગામી ફિલ્મ '83માં ભારતે 1983માં જીતેલા ક્રિકેટ વર્લ્ડ કપની વાર્તા છે. આ ફિલ્મમાં તત્કાલીન ક્રિકેટ કૅપ્ટન કપિલ દેવનું જીવન છે. અભિનેતા રણવીર સિંહ કપિલનું પાત્ર ભજવે છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રજૂ થવાની છે. અત્યારે કબીર  આગામી ફિલ્મની તૈયારી કરે છે અને તેમાં તેણે રણવીરને લેવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ 2022ના ઉનાળામાં શરૂ થશે. 
`83ના શૂટિંગ દરમિયાન કબીર અને રણવીર વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. આથી તેમણે પોતાની આ મિત્રતાને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. કબીર નાના શહેરના એક યુવાનની કથા પરથી આગામી ફિલ્મ બનાવવાનો વિચારતો હતો. તેણે આ વિશે રણવીર સાથે ચર્ચા કરી અને અભિનેતાને તે વાર્તા ગમી ગઈ. હાલમાં તો તેઓઁ આ ફિલ્મના વિવિધ પાસા વિશે ચર્ચા કરી રહ્યા છે. જો બધું બરોબર પાર ઉતરશે તો ટૂંક સમયમાં જ કબીર ફિલ્મની જાહેરાત કરશે. 
 નોંધનીય છે કે, અત્યારે રણવીર કરણ જોહરની ફિલ્મ રૉકી ઓર રાની કી પ્રેમકહાનીનું શૂટિંગ કરી રહ્યો છે.
Published on: Thu, 25 Nov 2021

© 2022 Saurashtra Trust