શેરદિલમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં

શેરદિલમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં
ઓએમજીની સિકવલમાં અક્ષય કુમાર સાથે અભિનય કર્યા બાદ હવે પંકજ ત્રિપાઠી શ્રીજિત મુખરજીની આગામી ફિલ્મ શેરદિલમાં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. તેની સાથે નીરજ કાબી અને સયાની ગુપ્તા હશે. શેરદિલનું શૂટિંગ 2020માં શરૂ થવાનું હતું પણ મહામારીને લીધે તે અટકી ગયું હતું. હવે બધું સામાન્ય થઇ રહ્યું છે ત્યારે શ્રીજીતે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પંકજે જણાવ્યું હતું કે, શ્રીજિત ઉત્તમ દિગ્દર્શક છે. તેમનું કામ જ તેમની ઓળખ છે. શેરદિલ મને ઓફર કરવામાં આવી ત્યારે મેં તે તક ઝડપી લીધી હતી. મને શ્રીજિત પર પૂરેપૂરો વિશ્વાસ છે. 
શ્રીજિતે કહ્યું હતું કે, આજે દેશના ઉત્તમ કલાકારોમાં પંકજની ગણના થાય છે. તેને સેટ પર લેતાં જ અડધું કામ થઈ જાય છે. તે પ્રયોગ કરવા તૈયાર હોય છે અને જરૂર પ્રમાણે ફેરફાર કરે છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer