કેબીસીમાં જોન અબ્રાહમ રડી પડયો

કેબીસીમાં જોન અબ્રાહમ રડી પડયો
બૉલીવૂડ અભિનેતા જોન અબ્રાહમ અમિતાભ બચ્ચનના ગૅમ રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિ (કેબીસી) -13માં આવ્યો હતો.  ફિલ્મ સત્યમેવ જયતે-2ના પ્રમોશન માટે આવેલા જોન સાથે અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર પણ હતી. જોને બિગ બી સાથે મજાક મસ્તી કરી હતી અને ભાવુક થઈ રડવા લાગ્યો હતો. 
કેબીસીના પ્રોમોમાં જોન તથા બિગ બીએ ઘણી વાતો કરી છે અને જોને પોતાની ફૂટબોલ ટ્રિક્સ પણ બતાવી છે. ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ જોન સ્ટેજ પર કેટલાક ઍકશન દૃશ્યો કરે છે. આ જોઈને બિગ બી કમેન્ટ કરે છે કે મને મારશો કે શું? બાદમાં જોન પોતાનું કસાયેલું શરીર દર્શાવે છે જે જોઈને મહિલાઓ ચિચિયારી પાડે છે. 
ફિલ્મ ધૂમના શૂટિંગ સમયે જોન અમિતાભના ઘરે ગયો હતો. તે સમયના કિસ્સાને યાદ કરતાં તેણે કહ્યું કે, તમે મને કહ્યું હતું કે, અભિષેકને બાઈક માટે પ્રોત્સાહન આપતો નહીં. પછી જેવો અભિષેક આવ્યો કે તમે તરત જ બોલ્યા કે વાહ, શું બાઈક છે. 
જોનની આ વાત સાંભળીને અમિતાભ સહિત તમામ હસવા લાગ્યા હતા. જોકે, બાદમાં જોન અચાનક ભાવુક થઈને રડવા લાગ્યો હતો. તેને રડતો જોઈને સ્ટેજ પર શાંતિ પથરી ગઈ હતી. કઈ વાત પર જોન રડયો તે શુક્રવારે પ્રસારિત થનારા એપિસોડમાં જાણવા મળશે. 
સત્યમેવ જયતે-2ના દિગ્દર્શક મિલાપ ઝવેરી છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer