કોરોનાના નવા 9283 સંક્રમિતો; 118.44 કરોડનું રસીકરણ

નવી દિલ્હી, તા. 24 : ભારતમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા ભલે 3.45 કરોડથી વધુ છે, પરંતુ તેની સામે સાજા થઈ ચૂકેલા સંક્રમિતોની સંખ્યા પણ 3.39 કરોડથી વધુ થઈ ચૂકી છ. આમ, સંક્રમણની અસર ઘટતી જાય છે. 
દેશમાં બુધવારે 9283 નવા દર્દી ઉમેરાતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 45 લાખ 35,763 થઈ ગઈ છે. 
દેશમાં આજે વધુ 437 સંક્રમિતોએ કોરોનાએ કાળના મુખમાં ધકેલી જતાં કુલ્લ જીવ ખોનારા દર્દીઓનો આંક 4.66 લાખને આંબી ગયો છે. 
દેશમાં આજે વધુ 2103 કેસના ઘટાડા બાદ આજની તારીખે કુલ્લ 1,11,481 સંક્રમિતો સારવાર હેઠળ છે. 
કુલ્લ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ ઘટતું જઈને માત્ર 0.32 ટકા રહી ગયું છે. 
દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 10,949 સંક્રમિતોના ચીની વાયરસની ચુંગાલમાંથી છૂટકારા સાથે કુલ્લ 3,39,57,698 દર્દી સંક્રમણ મુકત થઈ ચૂકયા છે. 
રસીકરણ અભિયાન દિવસો દિવસ ગતિ પકડી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી 118.44 કરોડથી વધુ લોકોને રસીનું સુરક્ષાકવચ મળી ચૂકયું છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer