સંસદના શિયાળુ અધિવેશનમાં સરકાર લાવશે 26 ખરડા

કૃષિ કાયદા પરત ખેંચવા ઉપરાંત ક્રિપ્ટોકરન્સી અને ડ્રગ્સ પર નિયંત્રણના કાયદા મહત્વના
નવી દિલ્હી, તા.24 : 29 નવે.થી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સી, ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા સહિત કુલ 26 ખરડા ક્રમબદ્ધ કરવામાં આવ્યાનું લોકસભા સચિવાલયના બુલેટીનમાં જણાવવામાં આવ્યું હતું.
સંસદના આગામી સત્રમાં સરકાર એક પછી એક ખરડા રજૂ કરશે જેમાં ક્રિપ્ટોકરન્સી અને અધિકારિક ડિજિટલ મુદ્રા વિનિયમન વિધેયક 2021 સામેલ છે. પ્રસ્તાવિત ખરડામાં ભારતમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી છે. જો કે તેમાં કેટલાક અપવાદ પણ છે. જેથી ક્રિપ્ટોકરન્સી સાથે સંબંધિત ટેકનોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય. ભારતમાં હાલ ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ન તો કોઈ પ્રતિબંધ છે ન નિયમનની કોઈ વ્યવસ્થા છે. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer