અવિઘ્ના ટાવરની આગ અંગે ફ્લેટ માલિક અને અૉડિટ એજન્સી વિરુદ્ધ પગલાં ભરો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : કરી રોડ સ્થિત અવિઘ્ના પાર્કમાં ગત મહિને લાગેલી આગની તપાસ પછી ફાયર ફાઈટિંગ અૉડિટ એજન્સીને કાળી યાદીમાં મૂકવાની તપાસ સમિતીએ ભલામણ કરી છે, એમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. કરી રોડ ખાતેના 60 માળના ટાવરમાં લાગેલી આગમાં અનેક રહેવાસીઓને બચાવવા જતાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું. જેની તપાસ પછી શોર્ટ સર્કિટથી આગમાં ઝડપાયેલ આ ફ્લેટ માલિકને જગ્યામાં અનુચિત ફેરફાર માટે જવાબદાર ગણી કાયદેસર કાર્યવાહી કરાશે.
આ ઘટનાની તપાસ પછી મુંબઈ પાલિકાએ શહેરની તમામ સોસાયટીમાં ઈલેક્ટ્રીકલ અૉડિટ કરાવવાનો નિર્ણય લઈ પીડબ્લ્યુડીને આ અંગે કાર્યવાહી કરવા સાથે ભવિષ્ય માટે સુધારેલ પ્રક્રિયા તૈયાર કરવા પત્ર લખ્યો છે.
આ તપાસ અહેવાલ બીએમસીના કમિશનર આઈ. એસ. ચહલની મંજૂરી માટે મૂકવામાં આવ્યો છે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer