ગંભીરને આઈએસ કાશ્મીરની ધમકી

નવી દિલ્હી, તા. 24 : ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીરે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને લઈને ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરીયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.  ડીસીપી સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે કહ્યું છે કે પૂર્વ દિલ્હીમાંથી ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપ મુક્યો છે કે આઈએસઆઈએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. 
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer