આઝાદી અંગે વિધાન બદલ કંગના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ

આઝાદી અંગે વિધાન બદલ કંગના વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : આઝાદી ભીખમાં મળી હતી એવા સિનેતારિકા કંગનાના વિધાન બદલ રાષ્ટ્રવાદીની લઘુમતી પાંખના રાષ્ટ્રીય મહામંત્રી યુસુફ પરમારે બોરીવલીની મૅજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પરમારે તેમના ધારાશાસ્ત્રી એશ્લે ક્રુશર દ્વારા આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહ માટે સજા) અને કલમ 2 (રાષ્ટ્રીય સન્માન એકટ, 1971) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની સુનાવણી સાતમી જાન્યુઆરીએ થશે.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer