લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો જન્મદિન

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો જન્મદિન
વડા પ્રધાન સહિતના વ્યક્તિ વિશેષોએ આપ્યા અભિનંદન
નવી દિલ્હી, તા. 24 : લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના જન્મદિને વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો, સંસદીય સમિતિઓના સભાપતિઓ, સંસદ સભ્યો તેમજ અન્ય વ્યક્તિ વિશેષોએ અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન મોદીએ અભિનંદન સંદેશામાં જણાવ્યું હતું કે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીને જન્મદિનની શુભેચ્છાઓ. સંસદીય પ્રક્રિયાઓમાં પોતાના વિશિષ્ટ જ્ઞાન સંસદની કાર્યવાહી કુશળતાપૂર્વક સંચાલન કરવાની તમારી આવડત પ્રસંસનીય છે. તમે સંસદમાં સંવાદનું સ્તર સુધારવા ઉલ્લેખનીય પ્રયાસો કરી રહ્યા છે. તમારી દિર્ઘાયુની કામના.
દેશના અન્ય નેતાઓ, વ્યક્તિ વિશેષો તેમજ લોકસભા સચિવાલય તરફથી પણ ઓમ બિરલાને જન્મદિનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
Published on: Thu, 25 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer