ડિજિટલ સોશિયલ પ્લેટફોર્મ બાબા પ્લે પર અનિરુદ્ધ દવેની ક્વૉટા

ડિજિટલ સોશિયલ પ્લેટફોર્મ બાબા પ્લે પર અનિરુદ્ધ દવેની ક્વૉટા
બાબાસાહેબ આંબેડકરના આદર્શોને અનુરૂપ ડિજિટલ સોશિયલ પ્લેટફોર્મ બાબા પ્લે પર અનામતના વિષયને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ફિલ્મ ક્વૉટા રજૂ થશે. અનિરુદ્ધ દવે અભિનિત આ ફિલ્મમાં જાતિવાદ પર આધારિત ભેદભાવને દર્શાવવામાં આવ્યો છે. ક્વૉટામાં મેડિકલ કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતા દલિત વિદ્યાર્થીની વાર્તા છે જેની સાથે જાતિને લીધે ભેદભાવ કરવામાં આવે છે. નીચી જાતિનો હોવાથી તેનું શારીરિક શોષણ કરવામાં આવે છે અને પછી તે ન્યાય મેળવવા જંગ છેડે છે. તેના આ પ્રયાસથી દલિત વિદ્યાર્થીઓ વિદ્રોહ કરે છે. સંજીવ જયસ્વાલ નિર્મિત, લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં બાબાસાહેબ આંબેડકરના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. 
બાબા પ્લે આંબેડકરને સમર્પિત સોશિયલ મીડિયા પ્લટફોર્મ છે અને તેના માધ્યમથી દલિત સમસ્યાઓને વાચા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંજીવ જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે અર્થસભર મનોરંજન આપવાનો નિર્ણય કર્યો છે જેથી આંબેડકરના વિચારો બધા સુધી પહોંચી શકે. 
ક્વૉટામાં અનિરુદ્ધની સામે દલિત મેડિકલ વિદ્યાર્થિની તરીકે ગરિમા કપૂર છે. આ ફિલ્મ દ્વારા ગરિમા અભિનય ક્ષેત્રે પ્રવેશ કરી રહી છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer