પાત્ર અનુરૂપ બૉડી મેળવવા પુલકિત માકોલ ત્રણ મહિના ગોવા રહ્યો

પાત્ર અનુરૂપ બૉડી મેળવવા પુલકિત માકોલ ત્રણ મહિના ગોવા રહ્યો
સોની લિવ પરની સીરિઝ યૉર અૉનરની પ્રથમ સીઝનને મળેલી સફળતા બાદ રજૂ થયેલી બીજી સીઝનમાં ગૅંગસ્ટરના ભાઈની હત્યા કર્યા બાદ બિશન ખોસલાના પાત્ર અબીરને આ સીઝનમાં જેલમાં જવાનું જોખમ છે. અબીરનું પાત્ર અનેક ચડાવ-ઉતારથી ભરેલું અને તે અભિનેતા પુલકિત માકોલ ભજવે છે. આ પાત્રને યોગ્ય ન્યાય આપવા માટે પુલકિતે પ્રાચીન માર્શલ આર્ટ કલારિપટ્ટુની ત્રણ મહિના તાલીમ લીધી હતી અને તે માટે તે ગોવા રહ્યો હતો. અબીરની બદલાતી માનસિકતા અને બૉડી લેન્ગવેજને દર્શાવવા માટે કલારીપટ્ટુની તાલીમ આપવી જરૂરી હોવાનું નિર્માતાને લાગ્યું હતું. પુલકિતે જણાવ્યું હતું કે, શૂટિંગના ચાર મહિના પહેલાં મને કલારિપટ્ટુ શીખવા ગોવા મોકલવામાં આવ્યો હતો. મેં ત્રણ મહિના આ માર્શલ આર્ટની તાલીમ લીધી હતી. આ તાલીમનો રસપ્રદ ભાગ એ હતો કે પ્રાણીઓની હિલચાલ અને મારી ક્ષમતાઓના અલગ અલગ ભાગને સમજવા મળ્યો હતો. અબીર તરીકે મારા પાત્ર સાથે પશુઓના લક્ષણો કઈ રીતે મેળ સાધશે તે જાણવામાં મદદ મળી હતી. હું શિસ્ત શીખ્યો અને કયારેય હાર નહીં માનવાનું વલણ અપનાવ્યું.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer