વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સાથિયાન ત્રીજા રાઉન્ડમાં

વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સાથિયાન ત્રીજા રાઉન્ડમાં
હ્યુસ્ટન, તા.25: ભારતીય પેડલર જી. સાથિયાન રૂસી ખેલાડી વ્લાદીમીર સિડોરેંકાને 4-0થી હાર આપીને વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. વિશ્વમાં 37મો ક્રમ ધરાવતા સાથિયાને 179 નંબરના તેના રૂસી હરીફને 11-9, 11-9, 11-8 અને 11-6થી હાર આપી હતી. તેનો હવે પછીનો મુકાબલો 17મા નંબરના નાઇઝીરિયાના ખેલાડી અરૂણા બદરી સામે થશે. અગાઉ ભારતનો ટોચનો ખેલાડી અને વિશ્વમાં 30મો ક્રમ ધરાવાતો શરથ કમલ પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગયો હતો. જો કે શરથે મિકસ ડબલ્સમાં અર્ચના કમથ સાથે મળીને અંતિમ-32માં જગ્યા બનાવી છે. 
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer