બાળકી પર બળાત્કાર-હત્યા બદલ આરોપીને મૃત્યુદંડની સજાને હાઈ કોર્ટેની બહાલી આપી

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : ત્રણ વર્ષની બાળકી પર બાળાત્કાર કરી તેની હત્યા કરનાર 30 વર્ષની વ્યક્તિને આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે બહાલી આપી હતી. કોર્ટે કહ્યું હતું આ ઘટના એકદમ હિચકારી અને ઘૃણાસ્પદ છે.
અને બાળકીઓની સલામતી સમાજ માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા હોવી જોઈએ. 
પોસ્કો કાયદા હેઠળની સ્પેશિયલ કોર્ટે આરોપી રામકિરત ગૌડને માર્ચ 2019માં મોતની સજા ફરમાવી હતી. હાઈ કોર્ટની જસ્ટિસ સાધના જાધવ અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બૅન્ચે મૃત્યુદંડને બહાલી આપી હતી. 
હાઈ કોર્ટની ડિવિઝન બૅન્ચે કહ્યું હતું કે આરોપીએ આ હિચકારુ કૃત્ય એકદમ પિશાચી રીતે કર્યું હતું. રમતીયાળ અને ઉછળકુદ કરતી બાળકી જ્યારે પોતાના પાલતું ગલુડિયા સાથે રમતી હતી ત્યારે બે દીકરી અને એક દીકરાના પિતાની હવસ જાગે એની કલ્પના થઈ શકે એમ નથી. આરોપીના માનસમા વિકૃતિ બહુ દેખીતી છે. અમે આરોપી સાથે વાત પણ કરી હતી અને એની વાતોમાં અમને કોઈ પશ્ચાતાપ પણ દેખાયો નહોતો. 
રામકિરત ગૌડ થાણે જિલ્લામાં એક ઈમારતમાં વૉચમેનનું કામ કરતો હતો અને બાજુમાં ત્રણ વર્ષની બાળકીનો પરિવાર રહેતો હતો. બળાત્કાર-હત્યાની ઘટના સપ્ટેમ્બર 2013માં બની હતી. બાળકીની લાશ નજીકના કાદવ ભરેલા ખાડામાંથી મળી હતી. આ બાળકી ગલુડિયા સાથે રમતી હતી ત્યારે એના પર બળાત્કાર કરાયો હતો. કોર્ટે કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer