એસઆરએ પ્રકલ્પો માટે ડીસીઆર નિયમોમાં ફેરફાર કરાશે

મુંબઈ, તા. 25 : ગૃહનિર્માણ ખાતાના પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે સ્લમ રિડેવલપમેન્ટ અૉથોરિટી (એસઆરએ) સંબંધમાં ડેવલપમેન્ટ રેગ્યુલેશન કંટ્રોલ (ડીસીઆર) 33 (11)ના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સડકોની પહોળાઈ 12 મીટરથી ઘટાડીને નવ મીટર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સડકો વધુ પહોળી હોવાથી ડેવલપર્સને ઘણી મુશ્કેલી થતી હતી. પહોળાઈ ઓછી કરવાની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.
વર્ષોથી અટવાયેલા પ્રોજેક્ટોને ગતિ આપવા છેલ્લા કેટલાક દિવસોથી ગૃહનિર્માણ વિભાગ દ્વારા લગાતાર પગલાં ભરવામાં આવી રહ્યા છે.  થોડા દિવસ અગાઉ મ્હાડા અને એસઆરએના પ્રોજેક્ટની સ્થિતિ જાણવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્યા કારણથી પ્રોજેક્ટો પૂરા થતા નથી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નિર્માણ દરમિયાન ડેવલપર્સને કઈ સમસ્યા સતાવે છે?
અત્યાર સુધીમાં પાંચ વર્ષથી અટકેલા 533 પ્રોજેક્ટો સાથે સંકળાયેલા લોકોને નોટિસ મોકલવામાં આવી છે. મુંબઈમાં મ્હાડા અને એસઆરએના એવા સેંકડો પ્રોજેક્ટ છે. જેમને પાંચ વર્ષ કે તેથી પહેલાં બિલ્ડિંગોના પુનર્વિકાસ માટેની એનઓસી આપવામાં આવી હતી. પરંતુ ઘણાં ડેવલપરોએ એનઓસી મળ્યા બાદ પણ નિર્માણ કાર્ય શરૂ કર્યું નથી તો કેટલાક ઇમારતોનું કામ અધ્ધવચ્ચે અટકેલું છે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer