ફિલ્મો અને શૉમાં પ્રાણીઓની જગ્યાએ આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરો : એડબ્લ્યુબીઆઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : ફિલ્મો, ટીવી શૉ, જાહેરાતો અને ડિજિટલ કન્ટેન્ટમાં પ્રાણીઓનો ઉપયોગ અને તેમના પર થતાં અત્યાચારો સંબંધમાં પીપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ અૉફ એનિમલ્સ (પેટા)એ અપીલ કર્યા બાદ અને પુન્નીયીન સેલ્વાનના સેટ પર ઘોડાના થયેલા મૃત્યુની ફરિયાદ કરાયા બાદ એનિમલ વેલ્ફેર બોર્ડ અૉફ ઇન્ડિયા (એડબ્લ્યુબીઆઈ) એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં તેણે તમામ ફિલ્મ પ્રોડયુસર્સ ઍસોસિયેશનો, ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઍસોસિયેશનો, ફિલ્મ ચેમ્બર અૉફ કૉમર્સ અને તમામ વિજ્ઞાપનકારોને અપીલ કરી હતી કે તેમણે પ્રાણીઓને બદલે કૉમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (સીજીઆઈ), વિઝ્યુઅલ ઇફેક્ટસ (વીએફએક્સ) અને એનિમેટ્રોનિક્સનો ઉપયોગ કરવો જોઈએ, જેથી પ્રાણીઓને થતી બિજરૂરી પીડા અને દર્દને ટાળી શકાય.
પ્રિવેન્શન અૉફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ (પીસીએ) ઍક્ટ 1960  હેઠળ એડબ્લ્યુબીઆઈ એક નિર્ધારિત ઓથોરિટી છે, જે ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગની સત્તા આપે છે.
ફિલ્મો અને ટીવી શૉના નિર્માણમાં પ્રાણીઓને બદલે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની તેણે અપીલ કરી હતી.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer