ઉદ્યોગોને પ્રોત્સાહન પ્રાથમિકતા : માંડવિયા

 
નવી દિલ્હી, તા.25 : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ મોદી સરકારને ગરીબ સમર્થક, ખેડૂતોની હિતેચ્છુ અને ઉદ્યોગ હિતકારી ગણાવી કહયુ કે કેન્દ્રનો ઈરાદો ઘરેલૂ નિર્માણને પ્રોત્સાહન આપવાનો અને રોકાણને આકર્ષવા માટે રસાયણ અને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં સુધાર લાવવાનો છે. સરકારી વિભાગ અને ફિક્કી દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક સંમેલનને સંબોધતાં માંડવિયાએ ઉદ્યોગોને પ્રદૂષણ ઓછું કરવા અને ખતરનાક રસાયણોને ઓછું કરી પર્યાવરણને અનુકૂળ બનવા અપીલ કરી હતી. તેમણે કહયુ કે અમે જાણીએ છીએ કે જો દેશને આગળ વધારવો છે તો ઔદ્યોગિક વિકાસની જરૂર છે. ઔદ્યોગિક વિકાસ વિના દેશ ખરેખર પ્રગતિ કરી નહીં શકે. 
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer