સામાજીક કાર્યકર અણ્ણા હજારે હૉસ્પિટલમાં

સામાજીક કાર્યકર અણ્ણા હજારે હૉસ્પિટલમાં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25: અગ્રણી સામાજીક કાર્યકર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતના મશાલચી અણ્ણા હજારેએ આજે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. બાદમાં તેમને પૂણેની રૂબી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની તબિયત સ્થિર હોવાનુ જણાવવામાં આવ્યું છે. આ 84 વર્ષના સામાજીક કાર્યકરના એન્જિયો ગ્રામમા કોરોનરી આર્ટરીમાં મામૂલી બ્લોકેજ હોવાનું માલૂમ પડયું છે. રૂબી હૉસ્પિટલના ચીફ કાર્ડિયોલૉજીસ્ટ ડૉ. ગ્રાટએ જણાવ્યું હતું કે તેમના ઉપર પ્રોસીજર કરવામાં આવી છે. તેમને બેથી ત્રણ દિવસમાં રજા આપવામાં આવશે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer