પરમબીર સામે પઠાણના ગંભીર આક્ષેપ

પરમબીર સામે પઠાણના ગંભીર આક્ષેપ
મુંબઈ, તા. 25: પઠાણે પત્રમાં લખ્યું છે કે જો એ સમયે ક્રાઇમ બ્રાન્ચને આ ફોન આપવામાં આવ્યો હોત તો કદાચ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને ખૂલ્લું પાડવામાં મદદ મળી હોત. પઠાણે જણાવ્યું હતું કે હવે હું અને માલી બંને નિવૃત્ત છીએ અને હું સમાજસેવાના કામ કરી રહ્યો છું. થોડા સમય પહેલા મેં માલી સાથે આ વિશે વાત કરી તો માલીએ મને જણાવ્યું કે એ સમયે ફોન સંબંધી વાત કરવા હું એટીએસના પરમબીરને મળવા ગયો હતો અને ફોન ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની વાત કહી હતી. જો કે આ વાત કહેતા જ પરમબીર ભડકી ઉઠયા હતા અને પોતે મારાથી સિનિયર અધિકારી હોવાનું કહીને મને પોતાની ઓફિસમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.  માલીને પણ આ બાબતે ઉંડો આઘાત લાગતા તેમણે પોતાની રીતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે સત્તાવાર દસ્તાવેજોમાં કસાબ પાસેથી કોઈ ફોન મળ્યો હોવાનો ઉલ્લેખ સુધ્ધાં નથી. પઠાણે આ પત્રમાં મુંબઈ પોલીસ કમિશનર સમક્ષ માગ કરી છે કે પરમબીર સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવે અને આ મુદ્દે તપાસ કરવામાં આવે.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer