ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલમાંથી કેબિનેટની બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપી

ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલમાંથી કેબિનેટની બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25: દક્ષિણ મુંબઈ સ્થિત સર એચ.એન. રિલાયન્સ હૉસ્પિટલમાં સ્પાઇન સર્જરી બાદ સાજા થઈ રહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. પ્રધાનમંડળની બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. પ્રધાનમંડળની બેઠક માટે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સાથ પ્રધાનો સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંડળની આજની બેઠકમાં કોવિડ-19ની સ્થિતિ પાકની સ્થિતિ, રસીકરણમાં પ્રગતિ એસ.ટી. કર્મચારીઓની હડતાળને લીધે સર્જાયેલી સ્થિતિ સહિત વિવિધ મુદ્દો વિશે ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઠાકરેએ તેમના હૉસ્પિટલના રોકાણ દરમિયાન સરકારી કામકાજમાં સહકાર આપવા બદલ સાથી પ્રધાનોનો આભાર માન્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે (61) ઉપર ગત 12મી નવેમ્બરે સ્વાઇન સર્જરી કરવામાં આવી હતી.
આજની બેઠકમાં પરિવહન પ્રધાન અનિલ પરબે એસ.ટી. કર્મચારીઓની હડતાળને પહોંચી વળવા લેવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી.
Published on: Fri, 26 Nov 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer