ઇજાને લીધે સાઇના કેરિયરમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી આઉટ

ઇજાને લીધે સાઇના કેરિયરમાં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી આઉટ
નવી દિલ્હી, તા.1: દુનિયાની પૂર્વ નંબર વન ભારતીય ખેલાડી સાઇના નેહવાલ તેની ઇન્ટરનેશનલ કેરિયરમાં પહેલીવાર ઇજાને લીધે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. સાઇના તેની કેરિયરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક રજત અને એક કાંસ્ય ચંદ્રક જીતી ચૂકી છે જ્યારે આઠ વખત ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી છે. સાઇના પાછલા બે વર્ષથી ફિટનેસની સમસ્યામાંથી પસાર થઈ રહી છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ સ્પેનના હુએલવા શહેરમાં 12થી 19 ડિસેમ્બર સુધી રમાવાની છે. આજે સાઈનાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી નામ પાછું લીધાની જાહેરાત કરી હતી. સાઇના ઓક્ટોબરમાં થોમસ કપમાં અને બાદમાં ફ્રેંચ ઓપનમાંથી ઇજાને લીધે ખસી ગઇ હતી. આ પછી તે વાપસી કરી શકી નથી. છેલ્લે તેણીએ બે વર્ષ પહેલા ગ્લાસ્ગો કોમનવેલ્થમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હાલ તે વિશ્વ ક્રમાંકમાં 23મા સ્થાને છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer