કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો

મુંબઈ, તા. 1 : ડિસેમ્બર મહિનાના પહેલા જ દિવસે સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંક કંપનીઓએ એક ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને 19 કિલોના બાટલાની કિંમતમાં 103.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 100.50 રૂપિયા મોંઘો થયો છે. જેના પરિણામે કુલ કિંમત 2101 રૂપિયા થઈ છે. જો કે ઘરેલુ ઉપયોગ માટેના રાંધણ ગેસમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોમર્શિયલ સિલિન્ડર મોંઘવા થતા રેસ્ટોરાં માલિકો ઉપરનો બોજ વધી શકે છે અને તેનો પ્રભાવ ગ્રાહકો ઉપર આવી શકે છે. એટલે કે રસ્ટોરાંનો ખર્ચ વધી શકે છે. લોકોને આશા હતી કે વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને લઈને સરકાર કિંમતમાં ઘટાડો કશે. જો કે કંપનીઓએ કિંમતમાં વધારો કરીને ઝટકો આપ્યો છે. 
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer