હવે મથુરાની તૈયારી : મૌર્ય

યુપીના નાયબ મુખ્ય પ્રધાનના ટ્વિટથી રાજકીય હલચલ
લખનઉ, તા.1: ઉત્તરપ્રદેશના ના.મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનાં એક નિવેદનથી રાજ્યનાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. મૌર્યએ બુધવારે ટ્વિટ કરતાં કહ્યં હતું કે હવે મથુરાની તૈયારી છે. અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે.
ભાજપના વરિષ્ઠ નેતા મૌર્યએ ટ્વિટ કર્યું કે અયોધ્યા અને કાશીમાં ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે. મથુરાની તૈયારી છે. તેમના આવાં નિવેદનથી ભાજપ અને આરએસએસના એજન્ડા અયોધ્યા, મથુરા, કાશી અંગે અટકળો શરૂ થઈ છે. મૌર્યએ પોતાનાં ટ્વિટમાં જય શ્રી રામ, જય શિવ શંભુ, જય શ્રી રાધેકૃષ્ણ હેશટેગ કર્યું હતું. આ પહેલાં પણ મૌર્યએ એક મુલાકાતમાં કહ્યં હતું કે અયોધ્યા હુઈ હમારી અબ કાશી-મથુરા કી બારી. કાશીમાં કોરીડોર બની ચૂક્યો છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer