કો-અૉપરેટીવ બૅન્કોની ભરતીમાં સંચાલકના સંબંધીઓ પર પ્રતિબંધ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : રાજ્યની નાગરી સહકારી બૅન્કોની નોકરીમાં ડિરેક્ટરના સંબંધીઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધો છે. તે મુજબ હવે પછી બૅન્કના સંચાલક અને તેમના સગાસંબંધીઓ ભરતી પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે નહીં. તેમ જ ભરતી પ્રક્રિયા માટે પણ અૉનલાઈન પદ્ધતિ જ અપનાવવાનું બૅન્કો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.
પોતાના સંબંધીઓને પાછલા બારણેથી કૉ-અૉપરેટીવ બૅન્કોમાં સમાવી લેવા માગતા અથવા ભરતી પ્રક્રિયા દ્વારા લાખો રૂપિયાની કમાણી કરનારા સત્તાધારી સંચાલકોની મનમાની પર પાણી ફેરવી આ બૅન્કોનો કારભાર પારદર્શક પદ્ધતિથી ચાલી શકે તે માટે નોકરીની ભરતી અૉનલાઈન પદ્ધતિથી કરવાનો નિર્ણય કૉ-અૉપરેટીવ બૅન્કોને પણ લાગુ કરવામાં આવ્યો છે. ભરતી માટે હવે બૅન્કની સામાન્ય સભાની મંજૂરી લેવી પડશે. બૅન્કના અધિકારી-કર્મચારીઓની શૈક્ષણિક પાત્રતા પણ સરકાર નવેસરથી નક્કી કરવાની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer