અમરાવતીમાં હિંસા પૂર્વનિયોજિત, પીએફઆઈ પર પ્રતિબંધ મૂકવા સંસદમાં માગણી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 1 : ત્રિપુરામાં મસ્જિદના ડિમોલિશનની અફવાના પગલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિંસા ફેલાવવાના આક્ષેપ થઈ રહ્યા છે એ પોપ્યુલર ફ્રંટ અૉફ ઇન્ડિયા (પીએફઆઈ) પર પ્રતિબંધની માગણી મુંબઈના સંસદસભ્ય મનોજ કોટકે આજે લોકસભામાં કરી હતી.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોટકે જણાવ્યું હતું કે ત્રિપુરામાં મસ્જિદ હટાવવાની અફવા ફેલાવવી અને મહારાષ્ટ્રમાં તોફાનો કરાવવાનું પીએફઆઈ અને રઝા એકેડમીનું આ કાવતરું હોવાનું જણાઈ રહ્યું છે તેથી આવી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. 
કોટકે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ અને માલેગાંવ જેવા કેટલાક જિલ્લાઓમાં આ કાવતરાના ભાગરૂપે હિંદુ સમુદાયને નિશાન બનાવાયો હતો. 
સોશિયલ મીડિયા પરની અફવાઓના પગલે દેશમાં તોફાનો કરાવવાના પ્રયાસનો આક્ષેપ કોટકે કર્યો હતો.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust