વેપારીઓ અને ખેડૂતોમાં ભેદભાવ શા માટે? : કૈટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1: કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ કેન્દ્ર સરકાર દ્વારા પરાળી બાળતા ખેડૂતોને માફ કરવાની કરાયેલી જાહેરાત સામે ઊગ્ર વાંધો ઊઠાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, કિસાનોને આ બાબતમાં રાહત અપાઈ રહી છે. જેને કારણે દિલ્હી અને આસપાસના વિભાગોમાં લોકોની જાન સામે ખતરો ઊભો થયો છે અને બીજી તરફ હૉસ્પિટલો, રેસ્ટોરન્ટ્સ, નાની ફેક્ટરીઓ અને લઘુ ઉદ્યોગોમાં પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ અને વેપારીઓને એમ કહીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે કે, પ્લાસ્ટિકની વ્યાપારિક ગતિવિધિઓને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પરાળીની સરખામણીમાં આવું પ્રદૂષણ બહુ જ ઓછું હોય છે.
કૈટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના આવા નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગણી કરી છે, એમ કૈટના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Published on: Thu, 02 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer