બૈજુ બાવરામાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે વધુ બે સ્ટાર કલાકાર

બૈજુ બાવરામાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે વધુ બે સ્ટાર કલાકાર
કરણ જોહરની રૉકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં પૂરું થશે. ત્યાર બાદ ફરી આ જોડી બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ સંજય લીલા ભણસાલીની બૈજુ બાવરા છે. રણવીર અને આલિયાની જોડી સૌ પ્રથમ વાર ઝોયા અખ્તરની ગલી બૉયમાં જોવા મળી હતી. પ્રેક્ષકોને તેમની જોડી ગમી હતી. આથી કરણે પોતાની ફિલ્મમાં તેમને લીધા અને હવે સંજયની પિરિયડ ડ્રામા બૈજુ બાવરામાં તે જોવા મળશે. બૈજુ બાવરાની પ્રી-પ્રૉડકશન તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વર્ષના મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને બ્રેક વગર આગામી સાતથી આઠ મહિનામાં પૂરું થશે. રણવીર અને આલિયા તો ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે તથા તેમની સાથે બે સ્ટાર કલાકારને મહત્ત્વના પાત્રમાં લેવામાં આવશે. ફિલ્મમાં મહિલા ડાકુનું પાત્ર ભજવવા માટે દીપિકા પદુકોણ સાથે વાત ચાલી રહી છે. આ સિવાય હજુ બાકીના કેટલાક કલાકારોની પસંદગી પણ બાકી છે. રણવીર અને આલિયા માટે ખાસ વર્કશોપનું આયોજન કરીને તેમને તાલીમ આપવામાં આવશે. 

Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer