કમોસમી વરસાદ અને કરાંને કારણે 28 હજાર હેકટર જમીનનાં ઊભા પાકને નુકસાન

નાગપુર, તા.13 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ગત કેટલાક દિવસોથી રાજ્યમાં થઇ રહેલા કમોસમી વરસાદ અને કરાં પડવાને કારણે 28 હજાર હેકટર જમીન ઉપરનાં પાકને ભારે નુકસાન થયું છે તેમ જ નાગપુર જિલ્લાનાં 27 તો વર્ધામાં 70 ઘરોને નુકસાન પહોંચ્યું છે. વીજ પડવાથી નાગપુરમાં એકનું મૃત્યુ પણ નોંધાયું છે. હવામાનમાં થયેલા ફેરફાર અને જાન્યુઆરીમાં થયેલા કમોસમી વરસાદને પગલે નાગપુર, વર્ધા, ભંડારા, ગોદિંયા,ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાનાં 1,272 ગામોમાં ખેતી લાયક જમીન ઉપરના 28 હજાર હેકટરમાંના પાકને ભારે નુકસાન થયું છે જેમાં કપાસ, સંતરા, ઘઉં,જુવાર, કેળા અને કાંદાના પાક નષ્ટ થયા છે.   
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer