આત્મનિર્ભર ભારતમાં અદાણી જૂથનું યોગદાન

મુંદરામાં રૂ. 37 હજાર કરોડના ખર્ચે મેગા સ્ટીલ પ્લાન્ટ સ્થપાશે
મુંબઇ, તા. 13 : દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અને કચ્છના મુંદરામાં દેશનું ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું બંદર ધરાવનાર અદાણી જૂથે ઊર્જા, સ્ટીલ સહિત અન્ય ક્ષેત્રોમાં કારોબારી તકની તલાશરૂપે દક્ષિણ કોરિયાઇ કંપની પોસ્કો સાથે મોટો સોદો કર્યો છે. ગુજરાતના કચ્છ પ્રદેશ સ્થિત ભારતના મહાબંદર મુંદરામાં એકીકૃત સ્ટીલ ફેક્ટરી શરૂ કરવા માટે અદાણી જૂથે પોસ્કો સાથે કરેલા કરાર હેઠળ 37 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
આ કરાર સાથે જ વૈકલ્પિક ઊર્જા, હાઇડ્રોજન, લોજિસ્ટિકસ, પોર્ટ, એરપોર્ટ, રસ્તા જેવા ક્ષેત્રો બાદ અદાણી જૂથે સ્ટીલના કારોબારમાં ઝંપલાવ્યું છે. અદાણી-પોસ્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર હેઠળ પાંચ અબજ ડોલર સુધી રોકાણ થઇ શકે છે. ગુજરાત રાજ્યમાં સીમાવર્તી કચ્છના મુંદરામાં હરિત, પર્યાવરણને અનુકૂળ એકીકૃત સ્ટીલના કારખાનાની સ્થાપના સહિત સરકારની સહમતી સધાઇ છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer