63,031 ટેસ્ટમાં મળ્યા 13,702 કોરોના સંક્રમિતો, 20,849 સાજા થયા

63,031 ટેસ્ટમાં મળ્યા 13,702 કોરોના સંક્રમિતો, 20,849 સાજા થયા
એક પણ ચાલ-ઝૂંપડપટ્ટી સીલ નથી, 61 બિલ્ડિંગો સીલ છે
ઍક્ટિવ દરદીઓની સંખ્યા એક લાખથી ઓછી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.13 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 13,702 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોગ્રસ્તોની કુલ સંખ્યા 9,69,989 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 95,123 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા, એમાંથી માત્ર 871 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. છેલ્લાં 24 કલાકમાં છ કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતાં શહેરનો મરણાંક 16,426 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 20,849 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 36 દિવસનો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 1.85 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 61 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 63,031 ટેસ્ટ કરવામાં આવી હતી. પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 36,979 બૅડમાંથી અત્યારે માત્ર 6410 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 17.30 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. ગુરુવારે મળેલા નવા દરદીમાંથી 127 નવા પેશન્ટોને અૉક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 11,510 (84 ટકા)માં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. 
એક દિવસમાં દરદીઓમાં 16.55 ટકા જેટલો ઘટાડો
મુંબઈમાં આજે બુધવારની સરખામણીમાં 2718 ઓછા સંક્રમિતો મળ્યા હતા, જે 16.55 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. બુધવારે કેસોની પૉઝિટિવિટીનો દર 24.38 હતો પણ ગુરુવારે તે ઘટીને 21.73 ટકા ઉપર પહોંચ્યો હતો.
મહારાષ્ટ્રમાં કોરોનાના 46,406 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી ગુરુવારે કોરોનાના નવા 46,406 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 70,81,067 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,51,828 દરદી સારવાર હેઠળ છે. 
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 36 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 34,658 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
રાજ્યમાં 17,95,631 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 9124 લોકો સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 7,13,59,539 ટેસ્ટ કરવામાં આવી છે. એમાંથી 70,81,067 ટેસ્ટ (9.92 ટકા) પોઝિટિવ 
આવી છે. 
થાણે શહેરમાંથી 2180 અને નની મુંબઈમાં 2170 નવા કેસ 
ગુરુવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 1160 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 2180 નવા દરદી મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 2170, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાંથી 1573, ઉલ્હાસનગરમાંથી 230, ભિવંડી-નિઝામપુરમાંથી 135, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 950, પાલઘર જિલ્લામાંથી 542, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 860, રાયગઢ જિલ્લામાંથી 1021 અને પનવેલ શહેરમાંથી 2014 નવા કેસ મળ્યા હતા.
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનનો 86 નવા દરદી મળ્યા 
ગુરુવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસનો એકેય નવો કેસ મળ્યો નહોતો.મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 1367ની છે. 775 દરદીઓને રજા આપી દેવામાં આવી છે. 
મુંબઈમાંથી અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 627 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી એરપોર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે. જ્યારે પુણે જિલ્લામાંથી અત્યારે સુધી ઓમિક્રોનના કુલ 445 કેસ મળ્યા છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer