ગાર્સેટીને ભારતના એમ્બેસેડર નિયુક્ત કરવા અમેરિકાની સેનેટ કમિટીની મંજૂરી

ગાર્સેટીને ભારતના એમ્બેસેડર નિયુક્ત કરવા અમેરિકાની સેનેટ કમિટીની મંજૂરી
રાજેન્દ્ર વોરા તરફથી
વૉશિંગ્ટન, તા. 13 : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા નામાંકિત થયાના છ માસ બાદ સેનેટ ફોરેન રિલેશન કમિટીએ લોસ એન્જલસનાં મેયર એરિક ગાર્સેટીને ભારતના રાજદૂત નિયુક્ત કરવા માટેનું નામાંકન આગળ વધારવા નક્કી કર્યું છે. હવે આ નામાંકન પૂર્ણ સેનેટ સમક્ષ જશે અને પછી તે ગાર્સેટીને નિયુક્ત કરવા કે નહીં તેની પુષ્ટિ માટે મતદાન કરશે. બુધવારની કામગીરીમાં ગાર્સેટી પણ વોશિંગ્ટન ડીસીમાં હાજર હતા. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈમાં પ્રેસિડેન્ટ જો બાઇડને મેયર ગાર્સેટીને ભારતમાં એમ્બેસેડર પદ માટે નામાંકિત કર્યા હતાં. ગાર્સેટીએ બાઇડનના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર વખતે રાષ્ટ્રીય સહાયક તરીકે પણ સેવા આપી હતી. 
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer