મલેશિયામાં પામતેલના ભાવોમાં પીછેહઠ

નિકાસમાં ઘટાડાના અંદાજે
સ્થાનિક બજારમાં પામતેલના ભાવોમાં નરમાઈ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : સાઉથ અમેરિકન દેશમાં વીક ઍન્ડ મા વરસાદની  આગાહીથી ઓવરનાઈટ અમેરિકન બજાર સિબોટ  (શિકાગો બોર્ડ અૉફ ટ્રેડ)માં સોયાતેલ વાયદામાં નફાવસૂલીએ 100 પોઈનટ ઘટી 58.50 સેંટસ/ પાઉનડ બંધ આવ્યો બીજી બાજુ નાયમેકસ પર ક્રુડ તેલમાં નફાવસૂલીએ 0. 52સેંટ ઘટીને 81.70 ડોલર/ બેરલ દીઠ બંધ આવ્યું. 
વિદેશી બજારોમાં નફાવસૂલી અસરે મલેશિયામાં  ક્રુડ પામતેલ  બેંચ માર્ચ વાયદો કાલના બંધ ભાવ 5161 સામે નફાવસૂલી એ નીચામાં  100 રિંગિટ સુધી ઘટી ને બંધ સમયે બન્નેય બાજુ સોદા સરખા થતા 34 રિંગિટના ઘટાડાએ 5127 મથાળે બંધ (પ્રતિ ટન) આવ્યો. (રિંગિટ=મલેશિયન ચલણ 1 યુએસ ડોલર = 4.1770  મલેશિયન રિંગિટ) યાદ રહે. આજે બેંચ માર્ક માર્ચ વાયદાનો છેલ્લો દિવસ હોય સોદા સરખા થતા હતા અને સોમવારથી બેંચ માર્ક વાયદો એપ્રિલ ગણાશે. . મલેશિયામાં પ્રોડકટના ભાવો આરબીડી પામોલીનના ભાવો એફ.ઓ.બી ધોરણે 10થી 17 ડોલર ઘટીને 1335 જાન્યુ. અને 1317.50  ફેબ્રુઆરી  (પ્રતિ ટન) રહ્યા. 
પામતેલ વાયદા અને હાજર ઘટવાના કારણો : એક્સપોર્ટમાં ઘટાડો 
1) જાન્યુઆરીના પ્રથમ 15 દિવસ દરમ્યાન મલેશિયામાં પામતેલના એકસપોર્ટમાં 43 ટકાના ઘટાડાનો અંદાજ કાર્ગો સર્વેયર આઈ.ટી.એસ એ મૂકયાં હતાં. (ગયા મહિનાની સરખામણીએ 772137 ટન સામે 442111 ટનનો અંદાજ મૂક્યો છે) અર્થાત ઉત્પાદન  ઘટાડાની તેજીને ખરાબ એક્સપોર્ટથી ભરપાઈ થય જતા ભાવોમાં દબાણ જોવા મળ્યું. 
2) વિદેશી બજારોમાં નફાવસૂલી : આજે સપ્તાહના કામકાજનો અંતિમ દીન હોય વિદેશની બજારની અસરે અને એક્સપોર્ટ રિપોર્ટમાં ઘટાડા એ નફાવસૂલી જોવા મળી. 
ઉત્પાદન મા ઘટાડો : માર્ચ, 2022 સુધી મલેશિયામાં હજુ લેબર શોર્ટેજનો પ્રોબ્લેમ અને વરસાદ અને પૂરના હીસાબે જાન્યુઆરીમાં હજુ ઉત્પાદનમાં ઘટાડો તો રહેશે જ. 
હરીફ સોયાના ઉત્પાદનમાં ઘટાડો : સાઉથ અમેરિકન દેશમાં સોયાબીનના પાકમાં ગરમ અને સૂકા હવામાને 30થી 50 લાખ ટન ઘટવાનો અંદાજે મલેશિયામાં પામતેલના ભાવોને સપોર્ટ મલતો રહેશે. એગ્રી કન્સલટન્ટે બ્રાઝિલના સોયાબીનના પાકનો ( 2021-22) અંદાજ હજુ વધારે ઘટાડીને 134.20 મિલિયન કર્યો છે. (યાદ રહે યુએસડીએ જાન્યુ.ના રિપોર્ટમાં 144 સામે 139મી ટન કર્યો હતો.) 
મુંબઈ ખાદ્યતેલ પામતેલ બજાર : ગઈકાલે વૈશ્વિક ખાધતેલ બજારોમાં તેજી હોવા છતા અહીં પામતેલના ભાવો સ્થિર થઈ ગયા છે. ગઈકાલે 1165 મથાળે કામ હતા. આજે વિદેશોમાં નરમાઈથી અહીં મુંબઈ બજારોમાં શાતી હતી. આયાતી પામતેલ (પ્રતિ 10 કિ.) ડાયરેકટ 1161 મથાળે કામકાજ હતા.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer