નાના પરદે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને લોકપ્રિય થનારી અભિનેત્રી મૌની રોયે ચાહકોને નવા વર્ષે અનોખી ભેટ આપી છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર-ફાઈવની જજ તરીકે મૌની જોવા મળશે. મૌનીએ જણાવ્યું કે, મારા માટે ડાન્સ અભિવ્યક્તિ છે. જુદી જુદી કલાનો સંગમ એટલે નૃત્ય. ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરના જજ બનીને આ શૉનો હિસ્સો બનવાનો મને આનંદ છે. આટલા મોટા પ્લેટફૉર્મ પર બાળકોની ડાન્સિંગ ટેલેન્ટ જોવા આતુરક છું.
મૌની પોતે સારી ડાન્સર છે અને તેણે ગયા વર્ષે ડિસ્કો બલ્મા, દિલ ગલતી કર બૈઠા હૈ અને જુડા જેવા મ્યુઝિક વીડિયો આપ્યા હતા. આ વીડિયોને મળેલી સફળતા જ તેની ડાન્સિંગ ટેલેન્ટને પુરવાર કરે છે. નોંધનીય છે કે અગાઉ મૌની પોતે કેટલાક રિયાલિટી શૉની સ્પર્ધક તો કેટલાકમાં જજ તરીકે કામ કરી ચૂકી છે. અત્યારે તે ફિલ્મ બ્રહ્માત્રની રજૂઆતની રાહ જોઈ રહી છે. દરમિયાન 26મી જાન્યુઆરી થનારા લગ્નની તૈયારીઓમાં પણ અભિનેત્રી વ્યસ્ત છે.
Published on: Thu, 20 Jan 2022
ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર-ફાઈવની જજ મૌની રોય
