મલેશિયા પામતેલમાં આગળ વધતી તેજી

મલેશિયા પામતેલમાં આગળ વધતી તેજી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ઓવરનાઈટ સીબોટ  (શિકાગો બોર્ડ અૉફ ટ્રેડ) પર સોયાતેલ વાયદો વધીને 0.62 સેંટ બંધ (59.08) આવ્યો હતો અને નાયમેકસ પર ક્રૂડ તેલ વાયદો 1.60 ડૉલર વધીને બંધ આવ્યો હતો ( જે 7 વર્ષની ઊંચાઈ પર હતો) ગઈકાલે (18 જાન્યુ.) જાહેર રજા નિમિતે બંધ રહ્યા બાદ અમેરિકન બજારોમાં હરીફ સોયાતેલ વાયદા અને ક્રૂડ તેલ સાત વર્ષની ઊંચી સપાટીએ ચાલતા મલેશિયામાં સોમવારની તેજી આગળ વધતા (બુર્સા મલેશિયા મંગળવારે જાહેર રજા માટે બંધ હતું.) એપ્રિલ બેંચ માર્ક ક્રૂડ પામ તેલ વાયદો સોમવારના 5034ના બંધ સામે આજે ઉપરમાં 161 (5195) રિંગિટ વધીને બંધ સમયે 91 રિંગિટ વધીને 5125 (પ્રતિ ટન) મથાળે બંધ આવ્યો (રિંગિટ = મલેશિયન ચલણ 1 યુએસ ડૉલર = 4.1920 મલેશિયન રિંગિટ) મલેશિયામાં પ્રોડકટના ભાવો આરબીડી પામઓલીન એફઓબી ધોરણે 20 ડૉલર વધીને જાન્યુઆરી  1360 અને ફેબ્રુઆરી 1350 ડૉલર (પ્રતિ ટન) રહ્યા હતા. 
પામતેલ વાયદા અને  હાજર વધવાના કારણો :  ઈન્ડોનેશિયા પામ અૉઈલની નિકાસ પરમિટ : રાંધણ તેલના વધતા ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો વચ્ચે ઇન્ડોનેશિયા વિશ્વના સૌથી મોટા પામ અૉઇલ ઉત્પાદકે મંગળવારે જણાવ્યું હતું કે નિકાસકારોને તેમના શિપમેન્ટ માટે પરમિટ મેળવવાની જરૂર પડશે અને ઉત્પાદકોને તે જાહેર કરવા કહેશે કે તેઓ સ્થાનિક સ્તરે કેટલું પામ તેલ વેચવાની યોજના ધરાવે છે. પરમિટની આવશ્યકતા 24 જાન્યુઆરીથી લાગુ થશે અને છ મહિના માટે લાગુ કરવામાં આવશે, એમ મંત્રાલયે જણાવ્યું હતું. નિકાસકારોએ હાલમાં ફક્ત શિપમેન્ટ માટે કસ્ટમ્સ ઘોષણાઓ કરવાની જરૂર છે. વેપાર મંત્રાલયે ઉદ્યોગને ખાતરી આપી હતી કે પામ અૉઈલના સ્થાનિક વેચાણ માટે કોઈ લઘુત્તમ જરૂરિયાત રહેશે નહીં.
ઇન્ડોનેશિયન પામ અૉઇલ ઍસોસિયેશન (ગેપકી) કહેવું છે કે સરકારની નીતિની  નિકાસ પર કોઈ અસર નહીં થાય. 
મુંબઈ હાજર પામતેલ બજારમાં 10 રૂપિયા વધ્યા 
વિદેશી ખાદ્યતેલ બજારોની અસરે ચાલતા આયાતી ખાદ્યતેલમાં ઘરેલું પામતેલ બજારમાં આજે કાલના ભાવોથી આયાતી પામતેલ (પ્રતિ 10 કિલો) 10 રૂપિયા વધીને 1172 થયું હતું. જયારે ડાયરેક્ટમાં પામતેલમાં 1173થી 1175ના કામકાજ હતા. 
જયારે અન્ય તેલમાં મસ્ટર્ડ 1640/45, સીંગતેલ 1340, સનફલાવર 1230 અને સોયા 1205 રહ્યા હતા. 
જયારે દેશાવર/મથકે ગુજરાત રાજકોટ સીંગતેલ  1300, કોટન વોશ 1190, રિફા 1240, સોયા 1185 રહ્યા હતા. 

Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer