એનએસઈ સતત ત્રીજા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બન્યું

એનએસઈ સતત ત્રીજા વર્ષે વિશ્વનું સૌથી મોટું ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ બન્યું
મુંબઈ, તા. 19 : નેશનલ સ્ટોક એક્સચેન્જ અૉફ ઇન્ડિયા લિ. (એનએસઈ) ડેરિવેટિવ્ઝ ટ્રેડ બોડી ફ્યુચર્સ ઈન્ડસ્ટ્રી ઍસોસિયેશન (એફઆઈએ)ના આંકડા મુજબ ટ્રેડ થયેલા સોદાઓની સંખ્યાની દૃષ્ટિએ 2021માં વિશ્વનું સૌથી વિશાળ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ તરીકે ઊભરી આવ્યું છે. એનએસઈ વર્ષ 2021 માટે વર્લ્ડ ફેડરેશન અૉફ એક્સચેન્જીસ (ડબ્લ્યુએફઈ) દ્વારા જાળવવામાં આવતી આંકડાવારી અનુસાર ટ્રેડ્સની સંખ્યાની દૃષ્ટિએ કેશ ઈક્વિટીઝમાં વિશ્વમાં ચોથો ક્રમ ધરાવે છે. 
એનએસસઈના એમડી અને સીઈઓ વિક્રમ લિમયેએ જણાવ્યું હતું કે એનએસઈ વૈશ્વિક અગ્રણી એક્સ્ચેન્જ તરીકે ઊભરી આવ્યું છે અને સતત ત્રીજા વર્ષે દુનિયામાં સૌથી વિશાળ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ અને ટ્રેડ્સની સંખ્યા દ્વારા કેશ ઈક્વિટીઝમાં ચોથું સૌથી વિશાળ એક્સચેન્જ તરીકે સિદ્ધિ હાંસલ કરી છે તે અમારે માટે અને આપણા દેશ માટે ગૌરવની બાબત છે.
એનએસઈ ટ્રેડ કરાયેલા સોદાઓની સંખ્યાની દૃષ્ટિએ ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને કરન્સી ડેરિવેટિવ્ઝમાં પણ વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ એક્સચેન્જ તરીકે ઊભરી આવ્યું છે. સાધનના સ્તરે એનએસઈ ટ્રેડ કરાયેલા સોદાઓની સંખ્યાની દૃષ્ટિએ ઈન્ડેક્સ ઓપ્શન્સ અને કરન્સી ઓપ્શન્સમાં પ્રથમ ક્રમે છે. ટ્રેડ કરાયેલા સોદાઓની સંખ્યાની દૃષ્ટિએ ઈન્ડેક્સ ઓપ્શન્સ શ્રેણીઓમાં વૈશ્વિક સ્તરે નિફ્ટી બૅન્ક ઈન્ડેક્સ પર ઈન્ડેક્સ ઓપ્શન્સના સોદા પ્રથમ ક્રમે અને નિફ્ટી 50 ઈન્ડેક્સમાં દ્વિતીય ક્રમે છે. કરન્સી ઓપ્શન્સ શ્રેણીમાં ટ્રેડ કરાયેલા સોદાઓની દૃષ્ટિએ યુએસ ડૉલર- ભારતીય રૂપિયાના ઓપ્શન્સ સોદાઓનો ક્રમ પ્રથમ છે. 
વર્ષ 2021માં એનએસઈ પર કુલ નોંધણીકૃત રોકાણકારનો આ 5ાંચ કરોડનો આંક પાર કરીને 5.5 કરોડ રોકાણકારો સુધી પહોંચી છે. ફોરેન પોર્ટફોલિયો રોકાણકારોએ સતત ત્રીજા વર્ષમાં ઈક્વિટીઓમાં ચોખ્ખું રોકાણ કર્યું હતું, જેમાં 2019માં રૂા. 1,01,122 કરોડ, 2020માં રૂા. 1,70,262 કરોડ અને 2021માં રૂા. 25,752 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. 
છેલ્લાં 10 વર્ષમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝ રોજનું સરેરાશ ટર્નઓવર 2011માં રૂા. 33,305 કરોડ પરથી 4.2 ગણું વધીને 2021માં રૂા. 1,41,267 કરોડે પહોંચ્યું છે. આ સમયગાળામાં કેશ માર્કેટનું રોજનું સરેરાશ ટર્નઓવર 2011માં રૂા. 11,187 કરોડ પરથી 6.2 ગણું વધીને 2021માં રૂા. 69,644 કરોડ થયું છે. કેશ માર્કેટમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝનો ટર્નઓવર રેશિયો 2011માં 2.98 પરથી સતત ઓછો થઈને 2021માં 2.03 થયો છે. 
કરન્સી ડેરિવેટિવ્ઝમાં રોજનું સરેરાશ ટર્નઓવર 2011માં રૂા. 14,252 કરોડ પરથી 83 ટકા વધીને 2021માં રૂા. 26,017 કરોડ થયું હતું. એનએસઈએ અત્યંત સક્રિય યુએસ ડૉલર- ભારતીય રૂપિયાની કરન્સી જોડી પર સાપ્તાહિક સોદા રજૂ કર્યા હતા. યુએસડી- આઈએનઆર સિવાયની એફસીવાયઆઈએનઆર જોડીઓમાં જીબીપી- આઈએનઆર, ઈયુઆર- આઈએનઆર અને જેપીવાય- આઈએનઆરે પણ 2021માં રૂા. 783 કરોડ પરથી 7 ગણી વૃદ્ધિ સાથે 2021માં રૂા. 5525 કરોડના રોજના સરેરાશ ટર્નઓવર સાથે વોલ્યુમ્સમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer