અનંતનાગમાં આતંકવાદી હુમલો સુરક્ષા દળોનું તલાશી અભિયાન

શ્રીનગર, તા.19: કાશ્મીરનાં અનંતનાગમાં કેપી રોડ ઉપર બનેલા સીઆરપીએફનાં બંકર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં સુરક્ષા જવાનોને નિશાન બનાવીને ભારે ગોળીબાર કરવામાં આવ્યા હતાં. જેને પગલે આસપાસનાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હુમલા પછી સુરક્ષાદળોએ મોટાપાયે તલાશી અભિયાન હાથ ધર્યુ છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર કેપી રોડ ઉપર એફએમ ગલીમાં આતંકવાદીઓએ બંકર ઉપર ફાયરિંગ કર્યુ હતું. જો કે આમાં જાનમાલની કોઈ નુકસાની થઈ નથી. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરાબંધી કરી લેવામાં આવી છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer