27મીએ મધ્ય એશિયા શિખર સંમેલનની યજમાની કરશે ભારત

નવી દિલ્હી, તા.19: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમથી પહેલી ભારત-મધ્ય એશિયા શિખર પરિષદની યજમાની કરશે. વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર આ શિખર બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનાં રાષ્ટ્રપતિઓ ભાગ લેશે. ભારત અને મધ્ય એશિયાનાં દેશોનાં શીર્ષ નેતાઓનાં સ્તરે આ પ્રકારે પ્રથમવાર સંવાદ યોજાવા જઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, પ્રથમ ભારત-મધ્ય એશિયા શિખર પરિષદ મધ્ય એશિયાના દેશો સાથે ભારતના વધી રહેલા સંપર્કને પ્રતિબિંબિત કરે છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer