કોરોના મૃત્યુ વળતર : ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર

સત્તાવાર મૃત્યુઆંક દસ હજાર, વળતર માટે 92 હજાર કેમ?
નવી દિલ્હી, તા.19 : કોરોના સંક્રમણથી થયેલા મૃત્યુ બાદ પરિવારજનોને મળવા પાત્ર વળતરની રકમની ચૂકવણી મામલે સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછયુ કે પીડિતોને અત્યાર સુધી ચૂકવણી કેમ કરવામાં આવી નથી ? સાથે મૃત્યુ અને વળતર મામલે આંકમાં વિસંગતતા તથા અપૂરતી વ્યવસ્થા મામલે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.
જસ્ટિસ સંજીવ અન્નાએ ગુજરાત સરકારને ફટકાર લગાવી કે તમારે ત્યાં ગંભીર પ્રકારના ગરબડગોટાળા છે. આંકડા 10 હજાર મૃત્યુના છે પરંતુ વળતર માટે 91 હજારથી વધુ લોકોએ દાવો કર્યો છે. અનેક રાજ્યોમાં આવી હાલત છે પરંતુ આટલું અંતર નથી. તમારે ત્યાં જરુર કોઈ વાત છે જેથી 10 ગણું અંતર જોવા મળી રહ્યું છે. કોર્ટે પંજાબને ટાંકયુ કે ત્યાં મૃત્યુના આંકની તુલનાએ વળતર માટે ઓછા લોકો સામે આવ્યા છે. જસ્ટિસ ખન્નાએ સવાલ કર્યો કે કોરોનાથી થયેલા મૃત્યુ અને વળતરના દાવેદારો વચ્ચે આખરે આટલું અંતર હોવાનું કારણ શું ?તેનો અર્થ છે કે ખૂબ જ ગરીબ અને જરુરીયાતમંદ જનતાને ખબર પણ નથી કે વળતર મળી રહ્યંy છે. હિમાચલ પ્રદેશ અને ઝારખંડમાં પણ આવી જ હાલત છે. સંબંધિત વ્યક્તિનો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં હોય છે તો રાજ્ય સરકારો વળતર અંગે મોબાઈલ ફોન નં.ને આધારે શોર્ટ મેસેજથી જાણ કહે નથી કરતી ? રાજસ્થાન સરકારે કહ્યંy કે તેણે પીડિતોને વળતર યોજનાની જાણ થાય તે માટે ઈકિયોસ્કની વ્યવસ્થા કરી છે. 
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer