ઓબીસીની અનામત બેઠકો અંગે પછાત વર્ગ પંચ નિર્ણય લેશે : સુપ્રીમ કોર્ટ

ઓબીસીની અનામત બેઠકો અંગે પછાત વર્ગ પંચ નિર્ણય લેશે : સુપ્રીમ કોર્ટ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 19 : ઓબીસી આરક્ષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વનો ફેંસલો આપ્યો હતો. એ અનુસાર માર્ચમાં મહારાષ્ટ્રમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ઓબીસી આરક્ષણ હોવું જોઈએ કે નહીં એનો નિર્ણય પછાત વર્ગ પંચ કરશે. 
મહારાષ્ટ્ર સરકાર પાસે ઓબીસી વિશેનો જે ડેટા હોય એ આ પંચને આપવો પડશે. એ બાદ પંચ બે સપ્તાહમાં આ ડેટાના આધારે તાત્પૂરતું આરક્ષણ આપી શકાય છે કે કેમ એનો ફેંસલો આપશે. એટલે આગામી ચૂંટણીમાં ઓબીસીની અનામત બેઠકો હશે કે કેમ એનો નિર્ણય પંચ બે સપ્તાહમાં કરશે. આ વ્યવસ્થા હંગામી ધોરણે માત્ર અત્યારની ચૂંટણી માટે છે.
Published on: Thu, 20 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer