આરપીએફએ ચાર મહિનામાં 504 બાળકોનું પરિવાર સાથે કરાવ્યું પુન:મિલન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મધ્ય રેલવેની રેલવે સુરક્ષા દળે `ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ બાળકોને બચાવવા માટે અન્ય હિતધારકો સાથે કામ કરી રહ્યુ છે. મધ્ય રેલવેના આરપીએફએ જીઆરપી સાથે મળીને 504 બાળકોને બચાવ્યા હતા.
`ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ ગત ચાર મહિનામાં જાન્યુઆરી, 2022થી એપ્રિલ, 2022 સુધી મધ્ય રેલવેના સ્ટેશનો ઉપર પ્લેટફૉર્મો ઉપરથી 330 કિશોર અને 174 કિશોરીઓને બચાવાયા હતા. જેમને બાદમાં ચાઇલ્ડલાઇન સમાજસેવી સંસ્થાના સહયોગથી વાલીઓને સોંપાયા હતા.
મધ્ય રેલવેએ જાન્યુઆરીથી એપ્રિલ, 2022 સુધીમાં સૌથી વધારે 285 બાળકો બચાવાયા હતા. જેમાં 206 કિશોર અને 79 કિશોરીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2021 દરમિયાન મધ્ય રેલવેએ 603 કિશોર અને 368 કિશોરીઓ એમ કુલ 971 બાળકોને બચાવ્યા હતા. મધ્ય રેલવેએ હાલમાં જ માનવ તસ્કરીને નાબુદ કરવા માટેની પરિયોજના માટે એસોસિયેશન ફૉર વોલિન્ટરી એકશન (એવીએ) સાથે કરાર કર્યાં છે. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer