ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 16મી મેએ મીરા-ભાયંદરમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 16મી મેએ મીરા-ભાયંદર જશે અને બુધ્ધ વિહાર કેન્દ્રનું લોકાર્પણ કરશે.16મી મેએ ફડણવીસ પક્ષના પદાધિકારીઓ અને જન પ્રતિનિધિઓને જિલ્લા કાર્યાલયમાં માર્ગદર્શન આપશે. ભાજપના સામાન્ય કાર્યકર્તાઓને ફડણવીસનો છેલ્લાં લાંબા સમયથી ઇંતેજાર છે. ભાજપમાં જિલ્લાધ્યક્ષ રવિ વ્યાસ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની જૂથબાજી ઉપર ફડણવીસ લગામ ખેંચી શકશે કે કેમ તે જોવાનુ છે. આ અગાઉ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને પ્રવીણ દરેકર જેવા અનેક મોટા નેતા અસફળ પ્રયાસ કરી ચૂકયા છે. 

Published on: Sat, 14 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer