અનોખો અંદાજ : પાર્ટી બોય રવિ શાત્રી ખેલાડીઓને કહ્યું તમારી પાસે 70 મિનિટ

અનોખો અંદાજ : પાર્ટી બોય રવિ શાત્રી ખેલાડીઓને કહ્યું તમારી પાસે 70 મિનિટ
મુંબઈ, તા.22: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાત્રી તાજેતરમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પાર્ટી બોયનાં રૂપમાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જે એક જાહેરખબરનો હોવાનું મનાય છે. પાર્ટી કરતાં જોવા મળતાં રવિ શાત્રી કેટલાક ડાયલોગ પણ બોલે છે. તેઓ કહે છે કે તમારી પાસે 70 મિનિટ છે, ત્યાર બાદ કોઈ હેપ્પી અવર્સ નહીં હોય. વીડિયોમાં તેઓ એક કફ સિરપ પણ લેતાં જોવા મળે છે અને ટીમના ખેલાડીઓને બીયર ન વેડફવા કહી રહ્યા છે. આ વીડિયો શેર કરતાં શાત્રીએ લખ્યું કે આમાંથી કંઈ યાદ ન રાખતા.
Published on: Mon, 23 May 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer