પાલઘર, તા. 22 (પીટીઆઇ) : પાલઘરમાં માનસિક રૂપથી અસ્વસ્થ 40 વર્ષના શખસે પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનું રવિવારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ નિયંત્રણ કક્ષના અધિકારીએ જણાવ્યું હતું કે પાલઘરના મોખાડા તાલુકામાંના ખેતરમાં શનિવારે પાંડુ સાવજી મોલવે (70) કામ કરી રહ્યા હતા. હાલ જાણી શકાયું નથી કે આરોપીએ પિતાની હત્યા કેમ કરી? અધિકારીએ જણાવ્યું હતું કે મોલવેની પત્ની ખેતરમાં ખાવાનું લઇને પહોંચી ત્યારે કાશીનાથે મોલવેના હાથમાંની કુહાડી લઇ લીધી હતી અને તેનાથી જ પિતા ઉપર હુમલો કરી નાખ્યો હતો. પાંડુનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. મોલવેની પત્નીની ફરિયાદના આધારે પોલીસે તેમના પુત્ર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની હાલ ધરપકડ કરાઇ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે શબને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ મોકલી દેવાયો છે.
Published on: Mon, 23 May 2022